GovernmentInfrastructureNEWSPROJECTS
અમદાવાદમાં AMCએ ભારે કરી : રેલિંગ ધોવા માટે ₹8.28 કરોડના ખર્ચનો પ્રસ્તાવ.

અમદાવાદ: Built India Media: શહેરમાં રસ્તા, ફૂટપાથ, BRTS અને મેટ્રો રૂટ પર આવેલી 100 કિમીથી વધુ લોખંડની રેલિંગ ધોવા-સાફ કરવા AMC ₹8.28 કરોડ ખર્ચશે. આ માટે ચાર ખાસ રેલિંગ વોશિંગ મશીન ખરીદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
દરેક મશીનની કિંમત ₹2.07 કરોડ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ વર્ષ સુધી મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ પણ AMC દ્વારા કરવામાં આવશે. પ્રથમ વર્ષે એક મશીન માટે 8 કલાકની શિફ્ટના ₹18,540 અને ત્યારબાદના વર્ષોમાં ₹18,990 ચૂકવવાની જોગવાઈ છે.

આ પ્રસ્તાવને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર રેલિંગ ધોવા પાછળ આટલો મોટો ખર્ચ કરવો યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા થઈ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



