GovernmentInfrastructureNEWSPROJECTS

કચ્છના Sir Creek વિસ્તારમાં ₹432 કરોડના ખર્ચે 5 નવા બોર્ડર પોસ્ટ બનશે

કચ્છ: ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા કચ્છના વ્યૂહાત્મક Sir Creek વિસ્તારમાં ₹432.09 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે. CPWDએ અહીં 5 બોર્ડર આઉટ પોસ્ટ (BOP) અને જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે મેગા ટેન્ડર બહાર પાડ્યું છે.

રમેશ, ઈશ્વર, દેવેન્દ્ર, વિક્રમ ચેનલ અને દફા-II ખાતે નવા BOP બનાવાશે. દરેક પોસ્ટમાં બેરેક, કિચન, ગેરેજ, વાયરલેસ રૂમ, બંકર અને G+2 ઓબ્ઝર્વેશન ટાવર હશે. સાથે 5 જેટી અને આશરે 11 કિમીના કનેક્ટિંગ રોડ બનાવવામાં આવશે.

સર ક્રિકનો વિસ્તાર કાદવ, ખારાશ, ઊંચી ભરતી અને બદલાતા જળમાર્ગોને કારણે પડકારજનક છે. નવા જેટી અને રસ્તાઓથી BSFની જમીન તથા પાણી માર્ગે અવરજવર અને ઓપરેશનલ ક્ષમતા વધશે.

દૂરના વિસ્તારોમાં પાણી અને વીજળી માટે 50,000 લિટરની પાણીની ટાંકી, ડિસેલિનેશન પ્લાન્ટ, એટમોસ્ફેરિક વોટર જનરેશન પ્લાન્ટ અને RO સિસ્ટમ પણ સ્થાપવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયાસૌજન્ય- દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close