GovernmentInfrastructureNEWSPROJECTS

GIFT Cityમાં Gujarat Maritime Universityના કાયમી કેમ્પસની તૈયારી આગળ વધી

ગાંધીનગર: GIFT Cityમાં GMU ના કાયમી કેમ્પસ માટેની આયોજન પ્રક્રિયા આગળ વધી રહી છે. હાલ GMU GNLU, ગાંધીનગરના ટ્રાન્ઝિટરી કેમ્પસથી કાર્યરત છે.

GMUની અગાઉની યોજના મુજબ આ કેમ્પસ આશરે 20 એકરમાં વિકસાવાશે. તેમાં આધુનિક ક્લાસરૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી, મનોરંજન સુવિધાઓ અને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનો સમાવેશ થવાનો છે.

કેમ્પસના આર્કિટેક્ચરલ, સ્ટ્રક્ચરલ, MEPF અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ માટે કન્સલ્ટન્ટની નિમણૂક સંબંધિત ટેન્ડર GMU દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રક્રિયા GIFT Cityમાં GMU કેમ્પસના ડિઝાઇન અને બાંધકામના આયોજન સાથે સીધી રીતે જોડાયેલી છે.

GIFT Cityની સત્તાવાર માહિતી મુજબ GMU માટે આશરે 2 લાખ ચોરસ ફૂટનું સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ દર્શાવવામાં આવ્યું છે. જોકે, કાયમી કેમ્પસ હજુ કાર્યરત થયું નથી અને GMU હાલ GNLUના ટ્રાન્ઝિટરી કેમ્પસથી કામગીરી કરી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close