કેનેડાના ગુજરાતી ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા CMનું આમંત્રણ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા અને Vibrant Gujarat Global Summit 2027માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
અમેરિકા બાદ કેનેડા પહોંચેલા ભૂપેન્દ્ર પટેલે ટોરોન્ટોમાં ગુજરાતી સમુદાય સાથે મુલાકાત કરી હતી. તેમણે ગુજરાતની વધતી ઔદ્યોગિક અને રોકાણ ક્ષમતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ‘ગુજરાત અને વિકાસ’ હવે એકબીજાના પર્યાય બની ગયા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં છ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપિત થઈ રહ્યા છે અને Vibrant Gujarat Global Summitની સફળતાથી રાજ્યમાં સતત નવા રોકાણો આવી રહ્યા છે.
પટેલે ગુજરાતી ઉદ્યોગકારોને રાજ્યમાં રોકાણ કરવા સાથે ટેક્નોલોજી, ઉદ્યોગ અને વિકાસ ક્ષેત્રે ગુજરાત સાથે જોડાવા અપીલ કરી. ટોરોન્ટો પહોંચતા મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રતિનિધિમંડળનું ગુજરાતી સમુદાય દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા



