HousingInfrastructureNEWS
બ્રુકફિલ્ડ ઈન્ડિયા REITનો ₹1,700 કરોડનો BKC ઓફિસ એસેટ હસ્તગત કરવાનો નિર્ણય

મુંબઈ| Built India Media : બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટ (Brookfield India REIT) એ BKC સ્થિત ઓફિસ એસેટને હસ્તગત કરવા માટે ₹1,700 કરોડના સોદાને મંજૂરી આપી છે. આ ડીલ NCW Prime Offices Fund સાથે 50:50 સંયુક્ત સાહસ (JV) હેઠળ કરવામાં આવશે.
સ્વતંત્ર મૂલ્યાંકનની સરખામણીએ આ સોદો 3.59% ડિસ્કાઉન્ટ પર કરવામાં આવી રહ્યો છે. આ વ્યવહાર માટે યુનિટધારકોની મંજૂરી 3 સપ્ટેમ્બર, 2026 સુધીમાં જરૂરી રહેશે.
Q1 FY27 દરમિયાન REITની નેટ ઓપરેટિંગ ઇન્કમ (NOI)માં વાર્ષિક ધોરણે 51%નો વધારો થઈ ₹756.6 કરોડ થઈ છે. કંપનીએ યુનિટધારકો માટે ₹5.60 પ્રતિ યુનિટનું વિતરણ જાહેર કર્યું છે. મજબૂત લીઝિંગ ગતિ અને 93% કમિટેડ ઓક્યુપન્સી રેટને કારણે REITના પ્રદર્શનને વેગ મળ્યો છે.
બિલ્ટ ઈન્ડિયા ટીમ, અમદાવાદ



