ArchitectsBusinessCivil EngineersCommercialConstructionDevelopersHousingInfrastructureNEWSPROJECTSUrban Development

અમદાવાદમાં નિર્માણ પામવા જઈ રહી છે, 4 આઈકોનિક/હાઈરાઈઝ બિલ્ડિંગો, 5 વર્ષમાં શહેરમાં રચાશે ન્યૂ સ્કાઈ લાઈન.

4 iconic and high-rise buildings are going to build in Ahmedabad, a new skyline will be shaped in the city in coming 5 years.

ગુજરાતની ટ્વીન સિટી અમદાવાદ અને ગાંધીનગરમાં નિર્માણ પામી રહી છે ન્યૂ સ્કાઈ લાઈન, ત્યારે થઈ જાઓ તૈયાર સ્કાઈ સ્કેપર્સ બિલ્ડિંગોમાં રહેવા. ગુજરાત સરકારે 2017માં આઈકોનિક અને હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માણ કરવાની પોલિસી જાહેર કર્યા બાદ, અમદાવાદમાં અંદાજિત કુલ 4 હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માણ પામવા જઈ રહી છે. જેમાં ગુજરાતની પ્રથમ હાઈરાઈઝ બિલ્ડિંગ નિર્માણ કરનાર હરિકેશ-હાર્મોની ગ્રુપ, અમદાવાદના પોશ અને ધનિક એરિયા સાયન્સ સિટીમાં 100 મીટરની ઊંચાઈ ધરાવતા 35 માળ ધરાવતું હાઈરાઈઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિર્માણ કરી રહ્યું છે.

તો, ગાંધીનગર સ્થિત આવેલી ગિફ્ટ સિટીમાં અમદાવાદ અને ગાંધીનગરના રીયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા યુનિક અને સ્કાઈ સ્કેપર્સ બિલ્ડિંગો નિર્માણ પામવા જઈ રહ્યા છે. જેમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સૌથી પહેલાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિર્માણ કરનાર સંગાથ ગ્રુપ છે. ત્યારબાદ, સેવી સ્વરાજ ગ્રુપ, કાવ્યા રત્ના ગ્રુપ, શિવાલિક ગ્રુપ, શિલ્પ ગ્રુપ અને વિશ્વનાથ ગ્રુપ સહિત કેટલાક રીયલ એસ્ટેટ ગ્રુપો ગિફ્ટ સિટીમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગો એટલે સેઝમાં નિર્માણ કરવા જઈ રહ્યા છે.

અમદાવાદ અને ગાંધીનગરના રીયલ એસ્ટેટ ડેવલપર્સ જણાવી રહ્યા છે કે, આવનારા પાંચથી દસ વર્ષમાં બંને શહેરોમાં ન્યૂ સ્કાઈ લાઈન નિર્માણ પામશે અને ગુજરાતના લોકો અવકાશી વ્યૂંમાં રહેતા થઈ જશે. અમદાવાદીઓ સહિત ગુજરાતના લોકો, હવે રાઈ રાઈઝ બિલ્ડિંગોમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

8 Comments

  1. Pingback: Marina bay
  2. Pingback: site
  3. Pingback: unieke reizen
  4. Pingback: Alon Alexander
  5. Pingback: lsm44
  6. Pingback: mike tyson vapes
  7. Pingback: โคมไฟ
Back to top button
Close