GovernmentInfrastructureNEWS

SG હાઈવે CCTVના અભાવે ‘હિટ એન્ડ રન’ ઝોન બન્યો, છેલ્લા બે વર્ષમાં અકસ્માતમાં 23 મોત.

S.G Highway will be Hit and Run Zone.

એક સપ્તાહ પહેલાં અમદાવાદમાં એસજી હાઈવે પર ઈસ્ક્રોન બ્રિજ પર વહેલી સવારે હિટ એન્ડ રનના બનાવમાં મહિલાનું મોત થયું હતું. અકસ્માત સ્થળ પર સીસીટીવી કેમેરા ન હોવાથી વાહનચાલક સુધી પહોંચવું પોલીસ માટે પડકારરૂપ બની ગયું છે. સરખેજ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના એસજી હાઈવેનો 14.8 કિલોમીટરનો રોડ હિટ એન્ડ રન રોડ બની ગયો હોય તેવી સ્થિતિ છે. આ હાઈવે પર સૌથી વધુ અકસ્માત અકસ્માત મકરબા, ઈસ્કોન બ્રિજ, થલતેજ અન્ડરપાસ અને ગોતા ઓવરબ્રિજ આસપાસ થતાં રહ્યાં છે. બે વર્ષમાં 23 જીવલેણ અકસ્માત થયાં છે. તો, 43 અકસ્માતમાં 43 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.જ્યારે 21 અકસ્માતમાં વાહનની ટક્કરથી નાના વાહનના ચાલક કે રાહદારીને ઈજા પહોંચી હતી.

15 કિ.મી. લાંબા હાઈવે ઉપર પાંચ સ્થળે કેમેરા ચાલુ
પોલીસ માટે સમસ્યા એ છે કે, એસજી હાઈવે સુપરફાસ્ટ સિક્સ-લેન રોડ બની ગયો હોય તેવી સ્થિતિ છે.એમાં પણ CCTVના અભાવે અકસ્માત સર્જતા વાહનોની ભાળ મળતી નથી. 15 કિ.મી. લાંબા રોડ ઉપર ગણીને પાંચ સ્થળે કેમેરા છે.સરખેજ સર્કલ, સરખેજ ઢાળ, થલતેજ સર્કલ, ઈસ્કોન મંદિર, ઈસરો કોલોની એમ પાંચ સૃથળે જ કેમેરા ચાલુ છે.પ્રહલાદનગર અને વાયએમસીએ ક્લબ ચાર રસ્તા પાસે કેમેરા છે પણ બંધ હાલતમાં છે.

વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે 3 હજારથી વધારે CCTV કેમેરા લગાવાશે
ગુનાખોરીને કાબુમાં લેવા અમદાવાદ શહેર હવે CCTVથી સજજ થશે. વિશ્વાસ પ્રોજેકટ દ્વારા તીસરી નજરથી સુરક્ષા રાખીને પ્રજાનો વિશ્વાસ કેળવશે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 3 હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગુનેગારોને ઝડપથી પકડી શકાય તે માટે શહેરમાં મેગા CCTV પ્રોજેકટ શરૂ કરાશે. વિશ્વાસ પ્રોજેકટ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. હાલમાં 1487 CCTV કેમેરા શહેરમાં લગાવવામાં આવ્યા છે.

CCTV કેમેરા લગાવવાની કામગીરી મંથર ગતિએ ચાલે છે
એસજી હાઈવેને સિક્સ લેન બનાવવાની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે, સીસીટીવી લગાવવાની કામગીરી મ્યુનિ. તંત્રના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવનાર છે. મ્યુનિ.એ શહેરમાં કુલ 130 કેમેરા લગાવવાનું આયોજન કરી લીધું છે. આ આયોજનમાં સુપરફાસ્ટ બની ચૂકેલા એસજી હાઈવે ઉપર કેમેરા લગાવવાની કામગીરી અતિ મંથર છે અને આ કારણે જ અકસ્માત સર્જીને નાસી છૂટતા વાહનો શોધવા પોલીસ માટે મુશ્કેલ બની જાય છે. એસજી હાઈવેનું એક્સપાન્શન સમયની જરૂરિયાત છે.એસજી હાઈવે ઉપર હિટ એન્ડ રનના કેસ એ હદે વધ્યાં છે કે અમુક લોકો મોતનો માર્ગ કહેવા લાગ્યાં છે.

ગોતા ઓવરબ્રિજથી વૈષ્ણોદેવી સુધી ફરી ટ્રાફિક રહે છે
સરખેજથી ગાંધીનગર જવા માટે એસજી હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોની સંખ્યા મોટી રહે છે. અમદાવાદ વચ્ચેથી પસાર થતો સરખેજથી વૈષ્ણોદેવી સુધીનો 14.8 કિલોમીટરનો રસ્તો માત્ર 24 મિનિટમાં જ પસાર કરી શકાય તેવો રસ્તો બની રહ્યો છે. સરખેજથી હેબતપુર ચાર રસ્તા સુધીના અંડરબ્રિજ, ઓવરબ્રિજ કાર્યરત થઈ ચૂક્યું છે. આ પછી ગોતા ઓવરબ્રિજથી વૈષ્ણોદેવી સુધી ફરી વાહનો ગતિવંત રહે છે. વચ્ચેના દોઢ કિલોમીટરના ભાગમાં ઓવરબ્રિજ સહિતની કામગીરી પૂર્ણ થતાં એક-દોઢ મહિનો થશે. આ પછી એસ.જી. હાઈવે પર ખરી ગતિ જોવા મળશે તે સાથે જ અકસ્માત ઘટશે તેવી આશા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close