GovernmentInfrastructureNEWS

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, પાલનપુર અને ધાનેરા રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું.

Palanpur Maan Sarovar Bridge e- inaugurated by Deputy CM Nitin Patel

આજે ગાંધીનગર ખાતેથી ૭ર કરોડના ખર્ચે નવનિર્મીત પાલનપુર–માનસરોવર ખાતે તથા ડીસા-ધાનેરા હાઇવે પર ધાનેરા ખાતે નવનિર્મીત રેલ્વે ઓવરબ્રીજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે કર્યું હતું. આ બંને ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે.

૪૧.૫૩ કરોડના ખર્ચે પાલનપુરના માન સરોવર ખાતે નિર્માણ થયેલ રેલ્વે ઓવરબ્રીજ ૧૩૯૫ મીટર લંબાઇ ધરાવતો દ્વિમાર્ગીય બ્રીજ છે. જેની પહોળાઇ ૮.૪૦ મીટર છે અને બ્રીજના એક તરફ પ.૫૦ મીટરનો પહોળો સર્વિસ રોડ પણ તૈયાર કરાયો છે. અમદાવાદથી દિલ્હી સુધીમાં પેસેન્જર ટ્રેઇન અને માલવાહક ટ્રેઇન માટે હાલ એક જ રેલ્વે ટ્રેક છે. રેલ્વે અને ડી.એફ.સી.સી. દ્વારા ચાર ટ્રેક પર ટ્રેઈન ચલાવવાની યોજના હાથ ધરાઈ છે.

૩૧ કરોડના ખર્ચે ડીસા-ધાનેરાના નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ધાનેરા ખાતે નિર્મીત ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રીજની કુલ લંબાઇ ૮૬૫ મીટર છે અને રેલ્વે પુલની લંબાઇ ૭ર મીટર, બ્રીજની એપ્રોચ લંબાઇ ૬૫૫ મીટર તથા બ્રીજના બન્ને બાજુ ૩.૫૦ મીટર પહોળો સર્વિસ રોડ તૈયાર કરાયો છે. આ રેલ્વે ઓવરબ્રીજ ધાનેરા અને થરાદ તાલુકો તેમજ રાજસ્થાનના રાનીવાડા અને સાંચોર તાલુકાના જોડતા રસ્તાઓ માટે કડીરૂપ પુલ છે. જેના પરિણામે ધાનેરા શહેરના નાગરિકોના ટ્રાફિક જામની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.

ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં નિર્માણ પામી રહેલા દિલ્હી-મુંબઇ ડેડિકેટેડ ફેઇટ કોરિડોર ઉપર ૬૦ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવનાર છે તે પૈકી ૧૦ ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું છે અને ૫૦ રેલ્વે ઓવરબ્રીજના કામો પ્રગતિ હેઠળ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- (માહિતી બ્યુરો, પાલનપુર), ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close