HousingInfrastructureNEWSUpdates

PSP PROJECTS LTD.નું ન્યૂ વેન્ચર, સાણંદ નજીક મંકોળમાં પ્રિકાસ્ટ ફેક્ટરીનો શુભારંભ

PSP PROJECTS LTD'S. NEW VENTURE " PSP PRECAST FACTORY

કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં આવનારા સમયમાં દરેક વ્યકિત પ્રિકાસ્ટ નિર્મિત મકાનો કે ઓફિસમાં હશે તો નવાઈ નહીં. કારણ કે, હવે પ્રિકાસ્ટ યુગની શરુઆત થઈ ચૂકી છે.

ગુજરાતમાં હાલ ત્રણ કે ચાર કંપનીઓ પ્રિકાસ્ટ મેન્યુફેક્ચરીંગ કરી રહી છે. જેમાં દેશની કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે પણ પ્રિકાસ્ટ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે, સાણંદ નજીક આવેલા મંકોળ ગામ પાસે પીએસપી પ્રિકાસ્ટ ફેક્ટરીનો શુભારંભ કર્યો છે. 100 વીઘા કરતાં પણ વધારે વિશાળ જમીનમાં ફેક્ટરી નિર્માંણ પામી રહી છે. હાલ પ્રિકાસ્ટ મેન્યુફેક્ચરીંગ ચાલી રહ્યું છે. મળતીથી માહિતી મુજબ, દર વર્ષે 30 લાખ સ્કેવર ફૂટ પ્રિકાસ્ટ નિર્માંણ કરવાની ક્ષમતા ધરાવતી પ્રિકાસ્ટ મેન્યુંફેક્ચરીંગ યુનિટ શરુ કર્યો છે. અહીં, ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, કેટલીક પ્રક્રિયાઓ છે કેજે, સ્વંયસંચાલિત થાય છે. આપ પ્રિકાસ્ટમાંથી 30 માળ સુધીની બિલ્ડિંગનું નિર્માંણ કરી શકો છો.

પીએસપી પ્રિકાસ્ટ ફેક્ટરીમાં કોલમ, બીમ, ફ્લોર, રુફ, વોલ, સ્ટેરકેસ, ગડર, પેવિંગ સ્લેબ, સોલીડ સ્લેબ, હોલકોર સ્લેબનું નિર્માંણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને, રેસિડેન્સિયલ અને નોન રેસિડેન્શિયલ બંને સેગમેન્ટમાં આ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે. પ્રિકાસ્ટમાં બે પ્રકારનું કંસ્ટ્રક્શન હોય છે જેમાં એક મોડ્યુલર કંસ્ટ્રક્શન અને બીજું મેન્યુફેક્ચરીંગ હોમ્સ. હાલ પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન ખાસ કરીને, કેનેડા, અમેરિકા, મેક્સિકો, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, ચીન, ઓસ્ટ્રેલિયા, જાપાન, સાઉથ કોરિયા જેવા દેશોમાં મોટું માર્કેટ છે. અને હવે ભારતમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શનનું માર્કેટ જોરશોરમાં ચાલી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છેકે,આગામી 2025માં ભારતમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન માર્કેટ 174 બિલિયન અમેરિકન ડૉલરનું થઈ જશે.

ઉલ્લેખનીય છેકે, ભારત સરકાર પણ હાઉસિંગ ફોર ઓલ-2022 ના લક્ષ્યાંકને પહોંચી વળવા લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત પ્રિકાસ્ટ ટેક્નોલોજી દ્વારા મકાનો નિર્માંણ કરી રહી છે. ખાનગી કંપનીઓ પણ પ્રિકાસ્ટ ટેક્નોલોજી સાથે ઝડપી અને મજબૂત પ્રિકાસ્ટ રેસિડેન્સિયલ તથા કોમર્શિયલ બિલ્ડિંગો નિર્માંણ કરી રહી છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં પ્રિકાસ્ટ માર્કેટનો સૂરજ ઉગી રહ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત પ્રિકાસ્ટ માર્કેટમાં સિદ્ધિ હાંસલ કરશે.

પ્રિકાસ્ટ માર્કેટનો 2020-2025 સુધી એન્યૂઅલ વિકાસ દર 5.9 ટકા રહેશે તેવી અંદાજ છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સેગમેન્ટમાં વધતી માંગ અને લો કોસ્ટ, ઉત્તમ ગુણવત્તા, ઝડપી કંસ્ટ્રક્શન, સમયનો બચાવ જેવા પરિબળોને જોતાં, આવનારા સમયમાં પ્રિકાસ્ટ માર્કેટમાં ખૂબ ઊછાળો આવશે. ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close