GovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં 2030 સુધીમાં 690 ઈવી ચાર્જિંગ સ્ટેશન બનશે, ખાનગી બિલ્ડિંગને મળશે મોટી રાહત

અમદાવાદ: Built India Media: અમદાવાદમાં વર્ષ 2030 સુધીમાં 690 ઈવી ચાર્જિંગ પોઈન્ટ વિકસાવવાની પાંચ વર્ષીય નીતિની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. અંદાજ મુજબ, અમદાવાદમાં ઈવી વાહનોની સંખ્યા 2.49 લાખ સુધી પહોંચશે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 3,255 ચાર્જિંગ પોઈન્ટની જરૂરિયાત રહેશે.

એજેએલ અને એએમટીએસનાં ચાર્જિંગ સ્ટેશનો પર ખાનગી ઈવી માટે પ્રતિ યુનિટ ₹18 અને કોન્ટ્રાક્ટરોની ઇલેક્ટ્રિક બસો માટે ₹16 ચાર્જની દરખાસ્ત છે. આ દર ઉપરાંત જીએસટી લાગુ પડશે. મ્યુનિસિપલ જમીન ટેન્ડર અથવા લીઝ દ્વારા ચાર્જિંગ સ્ટેશન માટે ઉપલબ્ધ કરાવવાની પણ યોજના છે.

પ્રસ્તાવિત નીતિ મુજબ, ખાનગી રહેણાંક સોસાયટી, બિલ્ડિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઈવી ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવા માટે એએમસીની પૂર્વમંજૂરી લેવાની જરૂર નહીં રહે. જોકે, નિર્ધારિત ફોર્મ દ્વારા જાણ કરવાની રહેશે અને બેઝમેન્ટમાં ચાર્જિંગ પોઈન્ટ માટે લાગુ પડતી ફાયર એનઓસી તથા સુરક્ષા નિયમોનું પાલન કરવું પડશે.

એસ.જી. હાઈવે અને સી.જી. રોડ જેવા વિસ્તારોને ચાર્જિંગ સ્ટેશન માટે પ્રાથમિકતા આપવામાં આવશે. નવા રહેણાંક પ્રોજેક્ટમાં ઈવી-રેડી પાર્કિંગ અને ચાર્જિંગ સુવિધા વિકસાવવાની દરખાસ્ત છે. આ ઉપરાંત સોલર ઊર્જા, બેટરી સ્ટોરેજ, સ્માર્ટ ચાર્જિંગ અને બેટરી સ્વેપિંગ સ્ટેશનને પણ પ્રોત્સાહન આપવાની યોજના છે.

નોંધ: આ પ્રસ્તાવિત નીતિ છે, અંતિમ અમલમાં આવેલો નિયમ નથી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: નવગુજરાત સમય

Show More

Related Articles

Back to top button
Close