GovernmentInfrastructureNEWSPROJECTS

4.2 કિ.મી. લંબાઈ સાથે ગોતા-ઝાયડસ્ સર્કલ એલિવેટેડ બ્રીજ, ગુજરાતનો સૌથી લાંબો બ્રીજ

અમદાવાદ શહેરનો ધમધમતો હાઈવે એટલે એસ.જી. હાઈવે, આ રોડ પર દરરોજનાં લાખોની સંખ્યામાં વાહનો પ્રસાર થાય છે. આથી આ રોડ પર ટ્રાફિક જામ ખૂબ જ થતું હતું. જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ગાંધીનગર અને સરખેજ હાઈવેને મોડેલ રોડ નિર્માંણ કરવાનું શરુ કર્યું છે. જે અંતર્ગત આ રોડ પર કુલ સાત નવા બ્રીજ નિર્માંણ પામી રહ્યા છે. જેમાં સૌથી લાંબો અને અદ્દતન ટેક્નોલોજી ગોતા- ઝાયડસ્ સર્કલ એલિવેટેડ બ્રીજ છે. જેનું લંબાઈ 4.2 કિલોમીટર છે. તેમજ હાલ આ બ્રીજનું કામ નિર્માંણાધીન છે જે આવનારા બે વર્ષમાં પૂર્ણ થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ બ્રીજની નિર્માંણકર્તા કંપની અજય એન્જીનીયરીંગના ડાયરેક્ટર ચિરાગ પટેલ જણાવે છેકે, આ બ્રીજ સમગ્ર ગુજરાતના શહેરોમાં સૌથી લાંબો બ્રીજ છે. જેની લંબાઈ 4.2 કિલોમીટર છે અને પહોળાઈ 28 મીટર છે. આ બ્રીજ ગોતા ફ્લાયર ઓવર બ્રીજથી ઝાયડસ્ સર્કલ સુધી નિર્માંણ પામી રહ્યો છે. આ બ્રીજ પર ધ્વનિશોષક દિવાલો પણ નિર્માંણ કરવામાં આવશે જેથી, અવાજ પ્રદૂષણ અટકાવી શકાય. આ રીતે આ બ્રીજ ગુજરાતનો સૌથી લાંબો અને અદ્દતન ટેક્નોલોજી ધરાવતો નિર્માંણ પામી રહ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: DevOps Consulting
Back to top button
Close