GovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદ મેટ્રોનું એરપોર્ટ સુધી વિસ્તરણ, 6.03 કિમીના નવા રૂટમાં પાંચ સ્ટેશન બનશે

અમદાવાદ: Built India Media: અમદાવાદ અને ગાંધીનગરમાં હાલમાં ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ કુલ 68.28 કિલોમીટરનો મેટ્રો રૂટ કાર્યરત છે. હવે એરપોર્ટ સુધી સીધી કનેક્ટિવિટી આપવા માટે ફેઝ-2A હેઠળ કોતેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી 6.032 કિલોમીટરનો નવો કોરિડોર બનાવવામાં આવશે.

આ નવા રૂટમાં આશ્રમ રોડ, કોતેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદારનગર અને એરપોર્ટ એમ કુલ પાંચ સ્ટેશન હશે. તેમાં ચાર એલિવેટેડ અને એક ભૂગર્ભ સ્ટેશનનો સમાવેશ થાય છે. કુલ રૂટમાંથી આશરે 5.11 કિલોમીટર એલિવેટેડ અને 0.92 કિલોમીટર ભૂગર્ભ હશે.

આ ઉપરાંત ફેઝ-2B હેઠળ શાહપુરથી ગિફ્ટ સિટી સુધી 3.33 કિલોમીટરનો અલગ નવો કોરિડોર અને ત્રણ સ્ટેશન બનાવવાનું આયોજન છે. બંને નવા કોરિડોર પૂર્ણ થયા બાદ અમદાવાદ–ગાંધીનગરનું મેટ્રો નેટવર્ક વધીને 77.63 કિલોમીટર થશે.

એરપોર્ટ કોરિડોરનો મંજૂર ખર્ચ ₹2,169.04 કરોડ છે, જ્યારે તેના સિવિલ બાંધકામ માટે ₹859.25 કરોડનો કોન્ટ્રાક્ટ રણજિત બિલ્ડકોન અને એસએએમ ઇન્ડિયા બિલ્ટવેલની સંયુક્ત ભાગીદારીને મળ્યો છે. આ વિસ્તરણથી એરપોર્ટ, સાબરમતી રિવરફ્રન્ટ અને આસપાસના વિસ્તારોની મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close