GovernmentInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ સામે લડવા AI આધારિત ડ્રોન તૈનાત કરાશે

અમદાવાદ: Built India Media: અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા ઊંચી ઇમારતોમાં આગની ઘટનાઓને પહોંચી વળવા ‘ઓપરેશન ગરુડ’ હેઠળ AI આધારિત ફાયરફાઈટિંગ ડ્રોન તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે. ખાસ કરીને ઊંચા માળે લાગેલી આગ અને ત્યાં ફસાયેલા લોકોને શોધવામાં આ ડ્રોન મદદરૂપ થશે.

આ ડ્રોનમાં થર્મલ ઇમેજિંગ કેમેરા, નાઇટ વિઝન, GPS મેપિંગ અને AI આધારિત આગ ઓળખવાની ટેક્નોલોજી હશે. તેના દ્વારા આગના હોટસ્પોટ્સ શોધી લાઇવ હાઈ-રિઝોલ્યુશન વીડિયો ફાયર વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકાશે.

આ ટેક્નોલોજીની મદદથી ફાયર વિભાગના કર્મચારીઓ આગની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકશે, ફસાયેલા લોકોનું સ્થાન જાણી શકશે અને બચાવ કામગીરી માટે સુરક્ષિત માર્ગ નક્કી કરી શકશે. ડ્રોનમાં ગેસ શોધતા સેન્સર અને લાઉડસ્પીકર લગાવવાની પણ વિચારણા છે.આ વ્યવસ્થાથી ઊંચી ઇમારતોમાં આગ લાગવાની સ્થિતિમાં બચાવ કામગીરી વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવાનો હેતુ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close