ConstructionGovernmentHousingInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં 46,384 આવાસોનું નિર્માણ પૂર્ણ, વધુ 33,273 મકાનોનું કામ પ્રગતિ હેઠળ

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને ઓછી આવક ધરાવતા પરિવારો (LIG) માટે વિવિધ આવાસ અને ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં કુલ 46,384 આવાસોનું બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે વધુ 33,273 આવાસોનું બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે.

AMCના હાઉસિંગ એન્ડ સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ હેઠળ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 5,158 EWS અને 4,985 LIG આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઝૂંપડપટ્ટી નિવાસીઓના પુનર્વસન અને પુનર્વિકાસના નિયમો-2010 હેઠળ 3,467 આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ AMC દ્વારા 19,465 EWS આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના-2013 હેઠળ વધુ 10,808 આવાસો અને 2,501 LIG આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 13,163 EWS આવાસો અને ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના-2013 હેઠળ 18,470 આવાસોનું બાંધકામ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત 1,640 LIG આવાસોનું કામ પણ પ્રગતિ હેઠળ છે. આમ, હાલમાં કુલ 33,273 આવાસોના નિર્માણકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આ ઉપરાંત EWS અને LIG લાભાર્થીઓ તેમજ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના-2013 હેઠળ આશરે 8,775 આવાસોના નિર્માણ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ્સ હાલમાં ટેન્ડરિંગ અને અમલીકરણના વિવિધ તબક્કામાં છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close