GovernmentInfrastructureNEWSPROJECTS

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: બીલીમોરામાં પ્રથમ ટ્રેક્શન પાવર સબસ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં

અમદાવાદ: Built India Media: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટેનું પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન (TSS) ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરામાં તૈયાર થઈ રહ્યું છે. આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના પાવર સપ્લાય નેટવર્ક માટે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના જણાવ્યા અનુસાર, 508 કિમી લાંબા કોરિડોર પર બુલેટ ટ્રેનના સંચાલન માટે સતત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે.

આશરે 18,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા બીલીમોરા સબસ્ટેશનમાં સાધનોની સ્થાપના, પરીક્ષણ અને કમિશનિંગની કામગીરી ચાલી રહી છે. કંટ્રોલ પેનલ, ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર સહિતનાં વિવિધ બિલ્ડિંગમાં સ્થાપન કાર્ય પૂર્ણ થયું છે. તમામ ગેન્ટ્રી ટાવર અને બીમનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ 14 સબસ્ટેશનમાંથી પાંચ મહારાષ્ટ્રમાં અને નવ ગુજરાતમાં બનાવવામાં આવશે. ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાબાદ, અમદાવાદ અને સાબરમતી ડેપો ખાતે સબસ્ટેશન સ્થાપિત થશે.

ગુજરાતનાં સબસ્ટેશનને GETCOના 220 kV અંબેઠા ગ્રિડ સબસ્ટેશનમાંથી વીજળી મળશે. ત્યારબાદ 2 × 25 kV ટ્રેક્શન પાવર સિસ્ટમ દ્વારા વિયાડક્ટ પરના ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સુધી વીજ પુરવઠો પહોંચાડવામાં આવશે. સમગ્ર નેટવર્કનું કેન્દ્રીય નિયંત્રણ કેન્દ્ર દ્વારા રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close