ConstructionGovernmentHousingInfrastructureNEWSPROJECTS

અમદાવાદના શાહપુરમાં AMCની કાર્યવાહી, ગેરકાયદે ચાર માળની ઇમારત તોડી પડાઈ

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના દરિયાપુર વોર્ડના શાહપુર વિસ્તારમાં આવેલી ગેરકાયદે ચાર માળની રહેણાક ઇમારત તોડી પાડવામાં આવી છે. આશરે 2,320 ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલું અનધિકૃત બાંધકામ માલિકો અને કબજેદારોએ અનેક નોટિસો છતાં દૂર ન કરતાં AMCએ 27 ઓક્ટોબરે આ કાર્યવાહી કરી હતી.

શાહપુરના સાગરવાડ, મનકોડી પાળાની પોળમાં મસ્જિદ શાહ મદારની સામે આવેલી આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધીનું બાંધકામ અનધિકૃત હતું. AMCએ ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની સંબંધિત કલમો હેઠળ 30 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર અને 9 ઓક્ટોબર, 2026ના રોજ નોટિસો આપી હતી.

સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની દેખરેખ હેઠળ શાહપુર પોલીસ અને AMCની ટીમે બ્રેકર મશીનો, ગેસ કટર તથા અન્ય સાધનોની મદદથી તોડકામ હાથ ધર્યું હતું.AMCએ જણાવ્યું છે કે સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close