2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે ગુજરાત સરકાર ₹301 કરોડ ફાળવશે

ગાંધીનગર: Built India Media: ગુજરાતમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે રાજ્ય સરકારે કુલ ₹301 કરોડની જોગવાઈ કરી છે. જેમાં ₹200 કરોડ હોસ્ટ ફી માટે ફાળવવામાં આવ્યા છે.
ગેમ્સના આયોજન માટે છેલ્લા એક વર્ષમાં ₹100 કરોડ રેવન્યુ હેડ હેઠળ અને ₹1 કરોડ કેપિટલ હેડ હેઠળ ફાળવાયા છે. ગુજરાતે ગેમ્સની યજમાની માટે Host Collaboration Agreement (HCA) પણ કર્યો છે.

આયોજન અને સંચાલન માટે “Amdavad 2030 Commonwealth Games Organisation” નામની અલગ સંસ્થા બનાવવામાં આવી છે. આ સંસ્થા રમતગમત સ્થળો, આયોજન અને અન્ય વ્યવસ્થાઓનું સંકલન કરશે.
અમદાવાદ ગેમ્સના આયોજનનું મુખ્ય કેન્દ્ર રહેશે. રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ સુવિધાઓ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તથા Commonwealth Sport, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સહિતની સંસ્થાઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



