GovernmentInfrastructureNEWSPROJECTS
અમદાવાદમાં મચ્છરજન્ય રોગો સામે AMCની કાર્યવાહી, 9 બાંધકામ સાઇટ સીલ

અમદાવાદ: Built India Media: શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા AMCના આરોગ્ય વિભાગે વિવિધ બાંધકામ સાઇટની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 9 બાંધકામ સાઇટ સીલ કરવામાં આવી.
AMCએ કાર્યવાહી દરમિયાન અન્ય 80 સ્થળોને નોટિસ ફટકારી હતી અને નિયમોના ભંગ બદલ કુલ ₹2.8 લાખનો દંડ વસૂલ્યો હતો. બાંધકામ સ્થળોએ પાણી ભરાવા ન દેવા અને મચ્છરોના બ્રીડિંગને અટકાવવા જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

સીલ કરાયેલી સાઇટમાં વટવા, લાંભા, વસ્ત્રાલ, નિકોલ, ગોતા, થલતેજ, બોડકદેવ અને સરખેજ વિસ્તારની બાંધકામ સાઇટનો સમાવેશ થાય છે. AMC દ્વારા શહેરમાં આવી તપાસ અને કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



