GovernmentInfrastructureNEWSPROJECTS
ગુજરાતમાં ₹1,840 કરોડના NHAI પ્રોજેક્ટ્સનું PM મોદી કરશે લોકાર્પણ

વડોદરા: Built India Media: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસ દરમિયાન ₹1,840.55 કરોડના NHAI પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.આ પ્રોજેક્ટ્સમાં દક્ષિણ ગુજરાતના મહત્વના હાઈવે માર્ગો પર પુલો અને માર્ગ સુવિધાઓના વિકાસ સહિતનાં કામો સામેલ છે
આ ઉપરાંત NH-48 પર વડોદરા-સુરત માર્ગે તાપી અને નર્મદા નદી પરના મોટા પુલ સહિત ₹907.39 કરોડનાં કામો તથા કામરેજ-ચલથાણ વચ્ચેના છ માર્ગીય માર્ગનું ₹686.15 કરોડના ખર્ચે નિર્માણ પૂર્ણ થયું છે.

NH-53 પર અભવા, મીંડોળા અને ખજોદ જંકશન ખાતે ₹187.11 કરોડનાં ગ્રેડ-સેપરેટેડ બાંધકામો તેમજ NH-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે ₹59.90 કરોડના છ માર્ગીય ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કરાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



