GovernmentInfrastructureNEWSPROJECTS
સુરતમાં 6 બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ સામે SMCની કાર્યવાહી

સુરત: Built India Media: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સોમવારે TP સ્કીમ નં. 4 (અશ્વિનીકુમાર-નવાગામ)માં છ બિલ્ડિંગમાં થયેલા ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મંજૂર G+4 માળની જગ્યાએ વધારાના બે માળ બાંધવામાં આવ્યા હતા. અગાઉ SMC દ્વારા બાંધકામ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી.

SMCએ ભારે મશીનરીની મદદથી છ બિલ્ડિંગના વધારાના બે માળ તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 1,800 ચોરસ મીટરના RCC અને ચણતર બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું.
ટાઉન પ્લાનર ધર્મેશ આર. પટેલે જણાવ્યું કે, સ્થળ માટે G+4 માળની મંજૂરી આપવામાં આવી હતી. મંજૂર પ્લાનના ભંગ બદલ બાંધવામાં આવેલા વધારાના બે માળ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



