GovernmentInfrastructureNEWSPROJECTS

NH-27ના વિસ્તરણ માટે કચ્છમાં 94.48 હેક્ટર જમીન સંપાદિત કરાશે

કચ્છ: Built India Media: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કચ્છમાં સામખિયાળીથી માલિયા વચ્ચે NH-27ના વિસ્તરણ અને સુધારણા માટે 94.482 હેક્ટર જમીન સંપાદિત કરવાની નોટિફિકેશન બહાર પાડી છે.

આ જમીન સામખિયાળી–શિકારપુરના આશરે 33 કિમીના હાઇવે સેક્ટરમાં આવેલી છે. પ્રોજેક્ટ હેઠળ હાઇવેને 6થી 8 લેન સુધી પહોળો કરવાની સાથે જરૂરી જાળવણી અને અન્ય કામગીરી કરવામાં આવશે.

સંપાદન માટેની જમીનમાં ખાનગી અને સરકારી જમીનનો સમાવેશ થાય છે. તેમાં ખેતી, રહેણાંક અને ઔદ્યોગિક પ્લોટ ઉપરાંત રસ્તા, નાળા, તળાવો સહિતની સરકારી જમીન પણ સામેલ છે.

નોટિફિકેશન બાદ જમીનમાલિકો અને અન્ય હિતધારકોને 21 દિવસમાં વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે. વાંધા કચ્છના કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસરને લેખિતમાં આપી શકાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close