GovernmentInfrastructureNEWSPROJECTS

વડોદરા રિંગ રોડના ફેઝ-2ને ₹483 કરોડની મંજૂરી, 17.56 કિમીના માર્ગ પર 4 બ્રિજ-3 અંડરપાસ બનશે

વડોદરા: શહેરની આસપાસના પ્રસ્તાવિત 75 મીટર પહોળા રિંગ રોડના ફેઝ-2ને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ તબક્કામાં કુલ 17.56 કિમીના માર્ગનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹483 કરોડ છે અને તેને 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

ફેઝ-2માં વડોદરા-આજવા રોડથી વડોદરા-હાલોલ રોડ વચ્ચે 11.76 કિમી અને ડભોઈ રોડ પર રતનપુરથી NH-48 પર આવેલા ત્રિમંદિર સુધી 5.80 કિમીનો માર્ગ બનાવાશે. આ માર્ગ વિવિધ TP સ્કીમ અને ધણિયાવી, સુંદરપુરા, વરણામા, વોરા ગામડી સહિતના વિસ્તારોમાંથી પસાર થશે.

રિંગ રોડના આ તબક્કામાં માત્ર રોડ નહીં પરંતુ જાંબુવા નદી અને નર્મદા કેનાલ પર બે નાના બ્રિજ, એક રેલવે ઓવરબ્રિજ, એક રોડ ઓવરબ્રિજ અને 3 અંડરપાસ પણ બનાવવામાં આવશે.

મંજૂરી બાદ હવે VUDA દ્વારા ટેન્ડર પ્રક્રિયા, વિગતવાર પ્લાન-એસ્ટિમેટ અને જરૂરી ટેક્નિકલ મંજૂરીઓની કામગીરી હાથ ધરાશે. પ્રોજેક્ટ માટે 2026-27ના બજેટમાં ₹75 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close