બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતમાં મોટી પ્રગતિ, સુરત-વાપીનું સિવિલ કામ પૂર્ણ

અમદાવાદ: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. 508 કિમીના બુલેટ ટ્રેન કોરિડોરમાં અત્યાર સુધીમાં 452 કિમી પિયર અને 356 કિમી ગર્ડરનું કામ પૂર્ણ થયું છે.
ગુજરાતમાં સુરત-વાપીના 97 કિમીના સેક્શનમાં તમામ સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત 86% ટ્રેક બેડનું કામ પણ પૂર્ણ થયું છે. અમદાવાદ, સાબરમતી અને વડોદરા સ્ટેશનના સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે ફિનિશિંગ અને ટ્રેકનું કામ ચાલી રહ્યું છે.

પ્રોજેક્ટ હેઠળ સાબરમતી, માહી અને નર્મદા નદી પરના બ્રિજનું કામ પણ આગળ વધી રહ્યું છે. નર્મદા બ્રિજ પર 25માંથી 21 વેલનું કામ પૂર્ણ થયું છે અને 24માંથી 6 સ્પાન લોન્ચ કરવામાં આવ્યા છે.
508 કિમીના આ કોરિડોરમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન હશે. સમગ્ર પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદન અને તમામ વૈધાનિક મંજૂરીઓ પૂર્ણ થઈ ગઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



