GovernmentInfrastructureNEWSPROJECTS

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો લીમખેડા-ગોધરા 55 કિમી સ્ટ્રેચ ટ્રાયલ ધોરણે ખુલ્લો મૂકાયો

દાહોદ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર લીમખેડાથી ગોધરા વચ્ચેનો 55 કિમીનો માર્ગ ટ્રાયલ ધોરણે વાહનવ્યવહાર માટે ખુલ્લો થયો છે. હાથીદરા ઇન્ટરચેન્જથી ગોધરા સુધીના માર્ગ પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે.

આ માર્ગમાં પેકેજ 27 અને 28નો સમાવેશ થાય છે. જોકે, કેટલાક સિવિલ અને સુરક્ષા સંબંધિત કામ હજુ ચાલુ છે. લીમખેડા ટોલ પ્લાઝા પણ હાલમાં કાર્યરત નથી અને ટોલ ગોધરા પ્લાઝા પર વસૂલાઈ રહ્યો છે.

નવા માર્ગ પર રખડતા ઢોર અને નિયમ વિરુદ્ધ બે-ત્રણ પૈડાંના વાહનોની અવરજવરથી સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે. પિપલોદ હિલ વિસ્તારમાં ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને હિલ સ્લોપ પર સુરક્ષા માટે વાયર નેટિંગનું કામ પણ ચાલી રહ્યું છે.

લીમખેડાથી મધ્યપ્રદેશ બોર્ડર સુધીનું પેકેજ 26 પૂર્ણ થયા બાદ દક્ષિણ ગુજરાતથી દિલ્હી સુધી સતત એક્સપ્રેસવે કનેક્ટિવિટી મળવાની અપેક્ષા છે. આ કામ આગામી 2થી 3 મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: દેશગુજરાત        

Show More

Related Articles

Back to top button
Close