
અમદાવાદ: ગુજરાતના હાઉસિંગ માર્કેટમાં હોમ લોન લેનારા લોકોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ લોન લેનારા ગ્રાહકો હવે વધુ રકમની લોન લઈ રહ્યા છે. જૂન ક્વાર્ટરમાં સરેરાશ હોમ લોનનું કદ 72% વધીને ₹18.8 લાખ થયું છે.
State Level Bankers’ Committee (SLBC)ના અહેવાલ મુજબ નવી હાઉસિંગ લોનના ખાતાઓની સંખ્યા 28% ઘટીને 93,716 થઈ છે. જોકે, કુલ હોમ લોન વિતરણ 24% વધીને ₹17,600 કરોડ થયું છે.

રિયલ એસ્ટેટ નિષ્ણાતોના જણાવ્યા મુજબ જમીન અને બાંધકામના ખર્ચમાં વધારાને કારણે મિલકતોના ભાવ ઊંચા થયા છે. જેના કારણે નાના બજેટના ખરીદદારો માટે ઘર ખરીદવું મુશ્કેલ બન્યું છે, જ્યારે વધુ આવક ધરાવતા લોકો મોટા હોમ લોન સાથે બજારમાં સક્રિય છે.
અમદાવાદના નવરંગપુરા, રાણીપ, પાલડી અને નારણપુરા જેવા વિસ્તારોમાં રિડેવલપમેન્ટને કારણે હાઉસિંગની માંગ યથાવત છે. બીજી તરફ શેલા, સાઉથ બોપલ, ગોધાવી, શિલાજ, ગોટા, ઓગણજ, ઓઢવ અને નિકોલ જેવા વિસ્તારોમાં વધતા ભાવને કારણે મધ્યમ વર્ગના ખરીદદારો પર દબાણ વધી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા



