નળસરોવર માટે ₹2.94 કરોડનો પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન કાર્યક્રમ 🌱

અમદાવાદ: નળસરોવરને પ્લાસ્ટિક કચરાથી બચાવવા અને સ્થાનિક લોકોને રોજગારીની તક આપવા માટે ગુજરાત વન વિભાગે ₹2.94 કરોડની પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યોજના શરૂ કરી છે.
PERG હેઠળ JICAના સહયોગથી અમલમાં આવનારી આ યોજનામાં નળસરોવર વાઇલ્ડલાઇફ ડિવિઝન, ગ્રામ પંચાયતો અને ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓ ભાગ લેશે.

વિરમગામના કાયલા ગામે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરૂ કરાયું છે. યોજના હેઠળ જોડાયેલા 7 ગામોમાં ડસ્ટબિન મૂકવામાં આવશે અને સ્થાનિક સ્વયંસેવકો ‘સ્વચ્છતા પ્રહરી’ તરીકે પ્લાસ્ટિક એકત્ર કરવા તથા તેના વર્ગીકરણમાં મદદ કરશે.
વન વિભાગ ગામોમાંથી પ્લાસ્ટિક એકત્ર કરી તેનું વર્ગીકરણ અને પ્રોસેસિંગ કરશે. આ માટે કલેક્શન શેડ, પ્રોસેસિંગ યુનિટ અને જરૂરી મશીનરી સહિતની સુવિધાઓ ઉભી કરાશે.

નળસરોવરને 2012માં રામસર સાઇટનો દરજ્જો મળ્યો હતો. 2025-26ની સીઝનમાં અહીં 270 પક્ષી પ્રજાતિઓ અને અંદાજે 6.42 લાખ પક્ષીઓ નોંધાયા હતા. પ્લાસ્ટિક કચરામાં ઘટાડો કરીને નળસરોવરના મહત્વપૂર્ણ પર્યાવરણ અને પક્ષીઓના સંરક્ષણમાં આ યોજના મદદરૂપ બનશે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા



