GovernmentInfrastructure

4 જુલાઈએ,વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે આવે તેવી સંભાવના, સાણંદ ખાતે આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જુલાઈના રોજ માદરે વતન ગુજરાતની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. તે દરમિયાન, તેઓ સાણંદ ખાતે, CG Semi Private Limitedના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટમાં 4 જુલાઈથી વ્યાવસાયિક ઉત્પાદન (Commercial Production) શરૂ થવાનું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન હાજરી આપે તેવી સંભાવના છે.

CG Semi CG Power and Industrial Solutions, જાપાનની Renesas Electronics Corporation અને થાઈલેન્ડની Stars Microelectronicsનું સંયુક્ત સાહસ (Joint Venture) છે. કંપની સાણંદમાં આવેલી પોતાની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધામાં કામગીરી શરૂ કરી રહી છે. જોકે, વડાપ્રધાનના કાર્યક્રમને હજુ અંતિમ મંજૂરી મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાણંદના કાર્યક્રમ ઉપરાંત કચ્છમાં પણ એક કાર્યક્રમ યોજવાની યોજના છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ સાણંદમાં બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તેમાં Micron Technologyની ₹22,500 કરોડની એસેમ્બલી, પેકેજિંગ અને ટેસ્ટિંગ યુનિટ તેમજ Kaynes Semiconની ₹3,300 કરોડની એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ સુવિધાનો સમાવેશ થાય છે. હવે સાણંદ GIDCમાં CG Semiનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close