ધોલેરા સરમાં આવેલી ટીપી 2A TP માં ટાટા સેમિકન્ડક્ટરનો નવો SEZ જાહેર, ધોલેરામાં બનશે હાઈ-ટેક હબ

ધોલેરા સરમાં ટીપી સ્કીમ 2એ માં આવેલા ઈન્ડસ્ટ્રીય ઝોનમાં, કેન્દ્રીય Union Ministry of Commerce and Industryએ ગુજરાતમાં નવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ Tata Semiconductor Manufacturing Private Limited દ્વારા વિકસાવવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક હાર્ડવેર-સોફ્ટવેર સાથે IT અને ITES ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.
આ SEZ કુલ 66.166 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે, જે Dholera Special Investment Regionના ટાઉન પ્લાનિંગ સ્કીમ 2Aમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સ્થિત છે. ધોલેરા ગામે આવેલા આ પ્રોજેક્ટ રાજ્યના મહત્વપૂર્ણ ઉદ્યોગિક વિકાસમાં માઈલસ્ટોન માનવામાં આવે છે.

કેન્દ્ર સરકારે 17 માર્ચ, 2026ના રોજ આ પ્રોજેક્ટ માટે મંજૂરી પત્ર આપ્યો હતો અને બાદમાં Special Economic Zones Act, 2005 હેઠળ 9 એપ્રિલ, 2026ના રોજ વિસ્તારને સત્તાવાર રીતે SEZ તરીકે જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ SEZને Customs Act, 1962 હેઠળ Inland Container Depotનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના કારણે અહીંથી સીધી આંતરરાષ્ટ્રીય કાર્ગો હેન્ડલિંગ શક્ય બનશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.
પ્રોજેક્ટના સંચાલન માટે કેન્દ્ર સરકારે 8 સભ્યોની એપ્રુવલ કમિટીની રચના કરી છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ટાટા સેમિકન્ડક્ટરના પ્રતિનિધિને ખાસ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
આ પહેલ ધોલેરા વિસ્તારમાં સેમિકન્ડક્ટર અને IT ઉદ્યોગના વિકાસને ગતિ આપશે અને ગુજરાતને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



