GovernmentHousingNEWS

હવે રેસિડેન્શિયલ-કોમર્શિયલ બિલ્ડિંગના ભાગ કે ફૂટપાથ પર વાહન પાર્ક કરતાં પહેલાં સાવધાન ! AMC

અમદાવાદના કોમર્શિયલ વિસ્તારોમાં કોઈપણ સાંજે તમે જોશો તો, લોકો પોતાની કારને પાર્ક કરવા  ફૂટપાથ પર ચઢાવી દે છે. તો, ટુ વ્હીલર વળાંકવાળા રસ્તાઓને અવરોધે છે. આ સ્થિતિમાં રહેવાસીઓ અને સોસાયટીના રહીશોને પરેશાની થાય છે. આ પરેશાનીને દૂર કરવા હવે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક પગલાં લેતાં સંકેત આપ્યો છે કે આ દૈનિક ગેરવ્યવસ્થા હવે સહન કરવામાં આવશે નહીં.

કોર્પોરેશને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં પાર્કિંગની જવાબદારી સંપૂર્ણપણે મિલકતધારકો પર મુકવામાં આવી છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, “આ નવા નિયમોનું પાલન ન થાય તો હાલનાComprehensive General Development Control Regulations-2017 મુજબ બિલ્ડિંગના ઉપયોગ માટે ની પરવાનગી સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવી શકે છે.”

નવા નિયમો મુજબ, નીચે મુજબના નિયમોનું પાલન ફરજિયાતપણે કરવું પડશે.

  1. હવે મિલકતધારકો માટે ફરજિયાત છે કે રહેવાસીઓ અથવા મુલાકાતીઓના તમામ વાહનો બિલ્ડિંગના પરિસરમાં જ યોગ્ય રીતે પાર્ક થાય તેની ખાતરી કરે.
  2. દરેક બિલ્ડિંગમાં પાર્કિંગનું સંચાલન કરવા માટે એક નિશ્ચિત વ્યક્તિની નિમણૂક કરવી પડશે, જે બહાર રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગને રોકે.
  3. પાર્કિંગને સરળ બનાવવા માટે, બિલ્ડિંગમાં સ્પષ્ટ દિશાસૂચક બોર્ડ (signage) લગાવવા ફરજિયાત રહેશે, જેમાં ઉપલબ્ધ પાર્કિંગ જગ્યા દર્શાવવામાં આવશે. સાથે, પાર્કિંગ સ્થળો સ્પષ્ટ રીતે માર્ક કરેલા હોવા જોઈએ.
  4. AMCએ મ્યુનિસિપલ રસ્તાઓ, ફૂટપાથ અથવા બિલ્ડિંગની બહારની કોઈપણ જાહેર જગ્યામાં પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
  5. નોટિફિકેશનમાં અતિક્રમણ અંગે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
  6. બિલ્ડિંગના આગળના ભાગમાં માલસામાન અથવા કોઈપણ પ્રકારના અવરોધ મુકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસ્તા તરફના વિસ્તારોમાં અથવા ખુલ્લી જગ્યામાં પાર્કિંગમાં અવરોધ ઉભો કરતા પ્લેટફોર્મ, લેન્ડસ્કેપિંગ અથવા બેરિયર્સને તરત જ દૂર કરવાની ફરજ રહેશે.
  7. જવાબદારી નિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે, મિલકતધારકોને હવે દર વર્ષે ઝોનલ કચેરીમાં self-declaration સર્ટિફિકેટ આપવું પડશે, જેમાં તેઓ ખાતરી આપશે કે તેમના પાર્કિંગ વિસ્તારોમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ નથી.
  8. AMC ભવિષ્યમાં આ સર્ટિફિકેટ માટે ઑનલાઇન સુવિધા પણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
  9. પાર્કિંગ જગ્યા વધુ અસરકારક રીતે ઉપયોગમાં લેવાય તે માટે, AMC બિલ્ડિંગોને તેમની વધારાની પાર્કિંગ ક્ષમતા મુલાકાતીઓ સાથે શેર કરવા પ્રોત્સાહિત કરી રહી છે.
  10. બિલ્ડિંગના ચેરમેન અથવા સેક્રેટરી AMCની વેબસાઈટ પર “Parking Availability and Sharing Consent Form” ભરીને ઉપલબ્ધ પાર્કિંગનું રજીસ્ટ્રેશન કરી શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Top of Form

Bottom of Form

Show More

Related Articles

Back to top button
Close