GovernmentNEWS

સમયસર પઝેશન ન આપવા મુદ્દે, ગુજરાત રેરાએ, વડોદરાના બિલ્ડરને વ્યાજ સાથે રકમ પરત કરવાનો આદેશ કર્યો.

વડોદરામાં એક બિલ્ડરે, ગ્રાહકોને સમયસર મકાનનું પઝેશન ન આપવા મુદ્દે, ગુજરાત Real Estate Regulatory Authority (RERA) એ બિલ્ડર સામે કડક પગલાં લેતાં, વ્યાજ સહિત તમામ રકમ પરત કરવાનો આદેશ કર્યો છે.

વડોદરાના Koriya Infra Pvt. Ltd. રિયલ એસ્ટેટ ડેવલપરે, વર્ષ 2020માં વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ‘Kishan Ambrosia’ નામના પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. જેમાં ગ્રાહકે ફ્લેટ બુક કરાવ્યો હતો.

ફરિયાદ મુજબ બિલ્ડરે આઠ ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાની રકમ વસૂલી હતી અને 2025 સુધી પ્રોજેક્ટ પૂર્ણ કરી કબજો સોંપવાની ખાતરી આપી હતી. પરંતુ સમયમર્યાદા પસાર થયા છતાં ખરીદદારોને તેમના વચન મુજબના મકાનો મળ્યા નહોતા.

કબજો ન મળતાં પીડિત ગ્રાહકોએ રેરા સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ રેરાએ બિલ્ડરને નિર્ધારિત સમયમર્યાદામાં મિલકત હસ્તાંતર કરવા નોટિસ પાઠવી હતી, પરંતુ સૂચનાઓનું પાલન ન થતાં સત્તાધિકારીએ કડક વલણ અપનાવ્યું.

અંતે રેરાએ આઠેય ગ્રાહકોના પક્ષમાં નિર્ણય આપતાં બિલ્ડરને મૂળ રોકાણ સાથે વ્યાજ સહિત કુલ અંદાજે 1.25 કરોડ પરત ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ ચુકાદો ગુજરાતભરના તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે ચેતવણીરૂપ ગણાઈ રહ્યો છેકે, તેઓ સમયસર કબજો આપવાની પ્રતિબદ્ધતા નિભાવે અને નિયમનકારી સત્તાના આદેશોનું કડક પાલન કરે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close