HousingNEWS

બજેટમાં સરકારે ઈન્ફ્રા. ટિયર-2, ટિયર-3 શહેરો પર ભાર મૂકતાં, હાઉસિંગ તથા કમર્શિયલ પ્રોજેક્ટસને ગતિ મળશે- તેજશ જોશી, પ્રેસિડેન્ટ, ગુજરાત ક્રેડાઈ

કેન્દ્રીય બજેટ 2026-27માં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટિયર-2 અને ટિયર-3 શહેરો પર ભાર અને REITs માટે કરાયેલા પગલાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે લાંબા ગાળે સકારાત્મક સાબિત થશે. ખાસ કરીને અર્બન ઈન્ફ્રા, કનેક્ટિવિટી અને કેપેક્સ વધારાથી ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં હાઉસિંગ તથા કમર્શિયલ પ્રોજેક્ટ્સને ગતિ મળશે.

તેમ છતાં, હોમબાયર્સ માટે સીધી ટેક્સ રાહત, હોમ લોન ઈન્ટરેસ્ટ ડિડક્શન વધારવું અને અફોર્ડેબલ હાઉસિંગ માટે ખાસ પ્રોત્સાહન જેવી અપેક્ષાઓ આ બજેટમાં પૂર્ણ થઈ નથી. જો સરકાર આ મુદ્દાઓ પર આગળ વધીને પગલાં લે, તો રિયલ એસ્ટેટ સેક્ટર દેશની આર્થિક વૃદ્ધિમાં વધુ મોટો ફાળો આપી શકશે.

ઉલ્લેખનીય છે કે, CREDAI Gujarat સરકાર સાથે સતત સંવાદ રાખીને સેક્ટરની વાસ્તવિક જરૂરિયાતો રજૂ કરતા રહીશું અને ‘હાઉસિંગ ફોર ઑલ’ના લક્ષ્યને સાકાર કરવા સહયોગ આપતા રહીશું.”

લેખક- તેજસ જોશી, પ્રેસિડેન્ટ, ક્રેડાઈ ગુજરાત

Show More

Related Articles

Back to top button
Close