વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 12 જાન્યુ. એ ગાંધીનગર મહાત્મા મંદિરથી, 5.36 કિમી.લાંબો મેટ્રોરેલનું ઉદ્દઘાટન કરે તેવી સંભાવના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે તે દરમિયાન, અમદાવાદ–ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કામાં મહત્વપૂર્ણ એવા જૂના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને 12 જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલો ઝંડી બતાવી શરૂ કરે તેવી શક્યતા છે.

આ નવા રૂટના શરૂ થવાથી ગાંધીનગરના સચિવાલય, અક્ષરધામ અને મહાત્મા મંદિર જેવા મહત્વના વિસ્તારોને મેટ્રો સેવા સાથે જોડવામાં આવશે. અને અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ જતા સરકારી કર્મચારીઓ, નાગરિકો તેમજ પ્રવાસીઓને સરળ અને ઝડપી પરિવહન સુવિધા મળશે.
આ મેટ્રો રૂટની કુલ લંબાઈ અંદાજે 5.36 કિમી છે. આ અંતર્ગત અક્ષરધામ, જૂની સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર એમ કુલ પાંચ નવા સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેમાં મહાત્મા મંદિર અંતિમ સ્ટેશન રહેશે.

અધિકારીઓના જણાવ્યાનુસાર, આ રૂટ પર સફળ ટ્રાયલ રન પૂર્ણ કરવામાં આવ્યા છે અને મેટ્રો રેલ સલામતી કમિશનર (CMRS) દ્વારા જરૂરી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પહેલાં સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશમાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નિર્માણ કરતી ગુજરાત સહિત દેશની રણજિત બિલ્ડકોન લિમિટેડ દ્વારા સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો રેલનું નિર્માણ ખૂબ જ સફળતા પૂર્વક કરવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



