GovernmentInfrastructureNEWSPROJECTS

વડાપ્રધાન મોદીએ 1 લાખ કરોડના પ્રોજેક્ટના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કર્યા શિલાન્યાસ અને ઉદ્દઘાટન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના ગુરુગ્રામમાં અંદાજે એક લાખ કરોડની કિંમતના દેશભરમાં ફેલાયેલા 112 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યુ છે.

NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે ટ્રાફિકના પ્રવાહને સુધારવામાં અને ભીડને હળવી કરવામાં મદદ કરવા માટે, વડાપ્રધાન મોદીએ દ્વારકા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યુ છે. હરિયાણા વિભાગનો 19 કિમી લાંબો 8 લેન દ્વારકા એક્સપ્રેસ વે 4100ના ખર્ચે બાંધવામાં આવ્યો છે, અને તેમાં 10.2 કિમી લાંબા દિલ્હી-હરિયાણા બોર્ડરથી બસાઈ રેલ-ઓવર-બ્રિજ (ROB) અને 8.7 કિમી લાંબા બસાઈ ROBથી ખેરકી દૌલાના બે પેકેજનો સમાવેશ થાય છે. જે દિલ્હીના IGI એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને સીધી કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે.

વડાપ્રધાન મોદીએ ઉદ્દઘાટન કરેલા પ્રોજેક્ટમાં 9.6 કિમી લાંબો સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II)- પેકેજ 3 નાંગલોઈ-નજફગઢ રોડથી દિલ્હીમાં સેક્ટર 24 દ્વારકા સુધીનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં લખનૌ રિંગ રોડના ત્રણ પેકેજો લગભગ 4,600 કરોડના, આંધ્ર પ્રદેશ રાજ્યમાં આનંદપુરમ-પેંદુર્થી-અનાકપલ્લી વિભાગનો NH 16 લગભગ 2,950 કરોડ, હિમાચલ પ્રદેશમાં કિરાતપુરથી નેરચોક સેક્શનનો NH-21 (2 પેકેજ)ના 3,400 કરોડ,કર્ણાટકમાં ડોબાસપેટ- હેસ્કોટ વિભાગ (બે પેકેજ) 2,750 કરોડના દેશભરના વિવિધ રાજ્યોમાં અન્ય 42 પ્રોજેક્ટ્સ સાથે 20,500 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ દેશભરમાં વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 14,000 કરોડના મુખ્ય પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવ્યા છે. જેમાં બેંગલુરુ-કડપ્પા-વિજયવાડા એક્સપ્રેસવેના 14 પેકેજોનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં NH-748Aના બેલગામ-હંગુન્ડ-રાયચુર સેક્શનના છ પેકેજો 8,000 કરોડ, હરિયાણામાં શામલી-અંબાલા હાઈવેના ત્રણ પેકેજ 4,900 કરોડ, પંજાબમાં અમૃતસર-ભટિંડા કોરિડોરના બે પેકેજ 3,800 કરોડ, દેશભરના વિવિધ રાજ્યોમાં 39 અન્ય પ્રોજેક્ટ સાથે 32,700 કરોડનો સમાવેશ થાય છે. 

આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે તેમજ સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા, રોજગારીની તકો વધારવામાં તેમજ સમગ્ર દેશના પ્રદેશોમાં વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close