Civil EngineeringCivil TechnologyConstructionGovernmentNEWSPROJECTS

ગટર કામ પૂર્ણ થયા બાદ, માટી પુરાણ પ્રેસર મશીનથી કરાય તો, ભૂવા પડતા અને ગટર બેસતી અટકાવી શકાય.

ગુજરાતના મહાનગરોમાં ચોમાસા દરમિયાન રોડ તૂટવા, રોડ ઉપર ભૂવા પડવા અને ગટરો બેસી જવી જેવી ઘટનાઓ બનતી આપણે સૌ જોઈએ છીએ.  જો કે, ચોમાસું આવે તે પહેલાં કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનિંગ ભાગરુપે રિપેર કામ કરવામાં આવે છે તે સારુ વસ્તુ છે. પરંતુ, જ્યારે ગટર કામ કરવામાં આવે ત્યારે તેના માટી પુરાણને ખૂબ જ પ્રેસરથી પુરાણ કરવામાં આવે તો, ચોક્કસપણે ગટર બેસતી નથી અને ભૂવા પણ પડતા નથી. પરિણામે નાગરિકો માટે સુખાકારી બને છે.

જેથી, રાજ્ય સરકારની નોડલ એજન્સીઓ જેવી કે, કોર્પોરેશન, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સેવા સત્તામંડળો દ્વારા શહેરોમાં જે ગટર  કે રોડ પરના ભૂવાનું રિપેર કામ કરવામાં આવે તે દરમિયાન તેનું માટીનું પુરાણ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ દ્વારા કરવામાં આવે તો ચોક્કસપણે આપણે અઘટિત ઘટનાઓ ટાળી શકીએ છીએ.

ગટર બન્યા બાદ તેના માટી પુરાણ માટે પ્રેસર મશીનથી માટી પુરાણ થાય તેવા મશીનો પણ ઉપલબ્ધ છે. જેથી જો રાજ્ય સરકારની નોડલ એન્જસીઓ, આ પ્રકારના મશીનોનો ઉપયોગ કરે તો, ચોક્કસપણે ઝડપી અને ગુણવત્તા સભર થાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: winter jazz
Back to top button
Close