
અમદાવાદના ગાહેડ હાઉસમાં ડેવલપર્સ અને રેરા ઓથોરીટી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત રેરા ઓથોરીટીના ચીફ ડૉ. અમરજિતસિંહ(નિવૃત આઈએએસ)ની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ હતી.

રીયલ એસ્ટેટ સેક્ટરમાં ખૂબ જ મહત્વની ભુમિકા ભજવતા રેરા એક્ટ અંગે ડેવલપર્સને પડતી કેટલીક સમસ્યાઓ અંગે ક્રેડાઈ-ગાહેડના પ્રમુખ તેજશ જોશી અને સેક્રેટરી વિરલ શાહે, વિસ્તૃતમાં રેરાના ચીફ અમરજિતસિંહ સમક્ષ રજૂઆતો કરી હતી. જે દરમિયાન અન્ય જાણીતા ડેવલપર્સે પણ પોતાને પડતી તકલીફો અંગે રજૂઆતો કરી હતી. જેમાં રેરા ઓથોરીટીએ ખૂબ જ હકારાત્મક રીતે ડેવલપર્સના તમામ સવાલોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠકમાં ખાસ કરીને, સેલ એગ્રીમેન્ટ સહિત કેટલાક રેરા અંતર્ગત આવતા નિયમો અંગે પણ ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં એસોચેમ વેર્સ્ટન કાઉન્સિલના ચેરમેન જક્ષય શાહ, ક્રેડાઈ-ગાહેડના પૂર્વ પ્રમુખ અજય પટેલ, ક્રેડાઈ-ગાહેડના વાઈસ પ્રેસિડેન્ટ ચિત્રક શાહ, પૂર્વ સેક્રેટરી સંકેત શાહ, આલાપ પટેલ અને કવિષા ગ્રુપના એમડી પાર્થ પટેલ સહિત અન્ય ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છેકે, આ બેઠકમાં ક્રેડાઈ-ગાહેડ વુમન વિંગ ખાસ ઉપસ્થિત રહી હતી. જેમાં આસિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર દેવલ સોપારકર, શિવાલિક ગ્રુપના ડાયરેક્ટર નિકીતા શાહ સહિત યુવા મહિલા ડેવલપર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, મહિલાઓ આવવાથી રેરા ઓથોરીટીના ચીફ અરમજિતસિંહ ખરેખર ખુશ થયા હતા. તેઓએ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments