NEWS

ગુજરાત રેરાના કામચલાઉ સભ્ય તરીકે પી. જે પટેલની નિમણૂંક, હવે પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનનું કામ શરુ

Temporary appointment of P J Patel as a single member of GujRERA for carrying out functions related to registration of projects.

જાહેર હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગુજરાત રેરા માટે પી. જે. પટેલને પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનના કામ માટે હાલ પૂરતી નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના અધિકૃત કાર્યનો નિકાલ કરવા, સત્તાધિકારીના એક સભ્ય પી. જે. પટેલને રેરા ચેરમેન અથવા બીજા સભ્યની નિમણૂંક સુધી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસની નોંધણી, નોંધણીનું વિસ્તરણ અને નોંધણની પેન્ડન્સીના નિકાલ માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પી. જે પટેલનું પુરુ નામ પ્રહલાદભાઈ જે. પટેલ છે. તેઓ રોડ અને બિલ્ડિંગ વિભાગના સચિવ રહી ચૂક્યા છે. તેમની નિવૃતિ બાદ રેરામાં પણ ઘણા સમયથી કાર્યરત હતા અને હવે તેઓની રાજ્ય સરકાર હાલ પૂરતા રેરાના અધિકૃત સભ્ય તરીકે નિમણૂંક કરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close