
- LIC હાઉસિંગ ફાઇનાન્સ 6.66% વ્યાજદરે લોન આપી રહી છે
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કુલ 4.5 કરોડ ગ્રાહકો છે
LIC હાઉસિંગ ફાઈનાન્સે પોતાના હોમ લોન માર્કેટને સપોર્ટ કરવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. IPPBના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે. વેંકટરામુએ કહ્યું કે, હવે અમારા કસ્ટમર્સને પણ આ પ્લેટફોર્મ પર હોમ લોનની સુવિધા મળશે.
IPPBના 4.5 કરોડ ગ્રાહક
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના 4.5 કરોડ ગ્રાહકો છે. તેઓ હવે LIC હાઉસિંગ ફાઇનાન્સમાં ભળી જશે. એટલે કે, IPPBના ગ્રાહકો IPPB દ્વારા LIC હાઉસિંગ પાસેથી લોન લઈ શકે છે. LIC સાથે કરાર કર્યા પછી ઇન્ડિયા પોસ્ટના કર્મચારી હોમ લોન વિસ્તારવાનું કામ કરશે.
આખા દેશમાં IPPBની 650 બ્રાન્ચ
આખા દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 650 બ્રાન્ચ છે અને 1.36 લાખ બેંકિંગ ટચ પોઈન્ટ્સ છે. ઇન્ડિયા પોસ્ટના નેટવર્ક હેઠળ 2 લાખથી વધારે પોસ્ટમેન અને ગ્રામીણ વિસ્તારોમાં ડાકસેવક છે. LICHFL સાથે કરાર કર્યા પછી ઇન્ડિયા પોસ્ટના કર્મચારીઓ તેમના માટે બિઝનેસ વધારવા કામ કરશે.
LIC હાઉસિંગ ફાઇનાન્સ 6.66% વ્યાજદરે લોન આપી રહી છે
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની હોમ લોન 6.66% વ્યાજદરથી શરૂ થાય છે. આ વ્યાજદર કોટક મહિન્દ્રા બેંક પછી સૌથી ઓછો છે. કોટક 6.65% વાર્ષિક વ્યાજદરે લોન આપે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર
17 Comments