HousingNEWSUrban Development
AMC પ્રોપર્ટી ટેક્સમાં આપશે રાહત, થોડાક દિવસોમાં કરશે જાહેરાત
Ahmedabad Municipal Corporation may relax hike in property tax.
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સ, ઈન્વાર્યમેન્ટ ચાર્જ, અને સ્વચ્છતા સેસ જેવા ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે કોર્પોરેશન તેમાં ઘટાડો અથવા રાહત આપશે તેવી જાહેરાત થોડાક દિવસોમાં કરવામાં આવશે તેવું બેઠકમાં ચર્ચા-વિચારણા થઈ હતી. સોમવારે લો ગાર્ડન ખાતે આવેલા મેયરશ્રીના બંગલા પર મ્યુનિ. કમિશનર, મેયર અને અન્ય કોર્પોરેટરોની મળેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીએ તાજેતરમાં વધારેલા પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા અંગે કોર્પોરેટરો સહિત અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવાનું આમંત્રિત આપ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments