ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડ્રીમ સિટી સુરત, પ્રોજેક્ટસ્ બનશે વૈશ્વિક રોકાણના હબ – હસમુખ હઢિયા, ગિફ્ટ સિટી ચેરમેન.

દેશની પ્રથમ સ્માર્ટ અને ગ્રીનફિલ્ડ સિટી ગિફ્ટ સિટીમાં ગુરુવારે જી-20 અંતર્ગત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ 2023 જી-20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈવેસ્ટમેન્ટર્સ ડાયલોગનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય સચિવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને ગિફ્ટ સિટના નવનિયુક્ત ચેરમેન હસમુખ હઢિયાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી દેશની પ્રથમ સ્માર્ટ અને ગ્રીન ફિલ્ડ સિટી છે, જેમાં કરોડોનું રોકાણ માટે વિદેશી રોકાણકારો આવી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી એ ગ્લોબલ ઈનવેસ્ટમેન્ટનું ગેટ વે ઓફ ગ્લોબલ ઈનવેસ્ટમેન્ટ છે અને આવનારા દિવસોમાં ગિફ્ટ સિટીમાં ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ગ્રીન ડેવલપમેન્ટ, ગ્રીન એનર્જી, ગ્રીન અર્બન ડેવલપમેન્ટ માટેનું એક ગ્લોબલ હબ બનશે. તો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું


આ પ્રસંગે, વિદેશી રોકાણકારો, જી-20ના ડેલિગેટસ્ અને ગુજરાત સરકારના શહેરી વિકાસ પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર, દેશના નામાંકિત આર્કીટેક્ટ ડૉ. બિમલ પટેલ અને સેવી સ્વરાજના એમ.ડી. જક્ષય શાહ સહિત મોટીસંખ્યામાં અન્ય રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.