ConstructionGovernmentHousingInfrastructureNEWSPROJECTS

અમદાવાદમાં પ્રદૂષણ સામે કાર્યવાહી, 30 સાઇટ સીલ અને ₹3.25 કરોડનો દંડ વસૂલાયો

અમદાવાદ: Built India Media: શહેરમાં હવા પ્રદૂષણ નિયંત્રણ માટે 2026થી 2029 સુધીનો ચાર વર્ષીય એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 1 એપ્રિલથી 22 નવેમ્બર 2026 દરમિયાન 1,186 બાંધકામ સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિયમોના ભંગ બદલ 4,114 નોટિસ આપવામાં આવી, ₹3.25 કરોડથી વધુનો દંડ વસૂલાયો અને 30 બાંધકામ સાઇટ સીલ કરવામાં આવી છે.

બાંધકામ સાઇટ પર ધૂળ નિયંત્રણ માટે ગ્રીન નેટ, પાણીનો છંટકાવ, બાંધકામ સામગ્રીને ઢાંકવી અને વાહનોનાં ટાયર ધોવાની વ્યવસ્થા ફરજિયાત છે. 20,000 ચોરસ મીટરથી વધુ કાર્પેટ એરિયા ધરાવતી સાઇટ પર ડસ્ટ સેન્સર લગાવવાના નિયમો પણ અમલમાં છે. વારંવાર નિયમોનો ભંગ કરનાર સાઇટ સામે દંડ અને નોટિસ બાદ સીલ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

હાલ શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટે 10 મોનિટરિંગ સ્ટેશન અને 308 સેન્સર કાર્યરત છે. તેમાં બાંધકામ સાઇટ પર 243 ડસ્ટ સેન્સરનો સમાવેશ થાય છે. વસૂલાયેલા દંડમાં નોર્થવેસ્ટ ઝોન ₹1.05 કરોડ સાથે પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે ઈસ્ટ ઝોનમાંથી ₹65.31 લાખનો દંડ વસૂલાયો છે.

આ એક્શન પ્લાન હેઠળ ધૂળમુક્ત રસ્તાઓ, મિકેનિકલ રોડ સફાઈ, એન્ટી-સ્મોગ ગન, વધુ ડસ્ટ સેન્સર, શહેરી વન અને બગીચાઓ વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. શહેરમાં હાલ આશરે 13 ટકા ગ્રીન કવર છે, જેને 2029 સુધીમાં 13.5 ટકાથી વધુ કરવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત આઈઆઈટી કાનપુર દ્વારા શહેરમાં પ્રદૂષણનાં મુખ્ય સ્ત્રોતો ઓળખવા માટે અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close