Civil EngineeringGovernmentInfrastructureNEWSPROJECTS

15 વર્ષ જૂની બિલ્ડિંગનું Structural Audit જરૂરી, નિયમોના અમલ સામે સવાલ

અમદાવાદ: Built India Media: શહેરમાં 15 વર્ષ કે તેથી વધુ જૂની ઇમારતોની structural stability તપાસ અને પ્રમાણપત્ર અંગેના નિયમોના અમલ સામે સવાલો ઊભા થયા છે. TOIના અહેવાલ મુજબ અમદાવાદમાં જૂની ઇમારતો માટે structural stability certificate ફરજિયાત હોવા છતાં આ નિયમનો અસરકારક અમલ થયો નથી.

રાજ્ય સરકારે 30 ડિસેમ્બર, 2014ના GDCRમાં ઇમારતોની structural stability અંગે જોગવાઈ કરી હતી. નિયમ મુજબ 15 વર્ષથી જૂની Class-1 ઇમારતોનું structural inspection કરાવીને Form-15 સાથે stability certificate રજૂ કરવાનું રહે છે. ત્યારબાદ નિર્ધારિત સમયાંતરે ફરી તપાસ કરવાની જોગવાઈ છે.

નિયમો હેઠળ Class-1માં framed structures, factories, schools, colleges, hostels અને અન્ય જાહેર ઇમારતોનો સમાવેશ થાય છે. જ્યારે 10 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી masonry-walled residential buildings માટે પણ structural safety inspectionની જોગવાઈ છે. 15 વર્ષ જૂની ઇમારતોને પ્રથમ structural report માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવે છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ AUDA અને AMC દ્વારા આ નિયમના અમલ માટે પૂરતી વ્યવસ્થા હજુ સુધી ઊભી થઈ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર structural inspectionમાં ઇમારત નબળી જણાય તો જરૂરી હોય ત્યાં demolition સહિતની કાર્યવાહી પણ કરી શકાય છે. ઇમારતોની structural safety સાથે fire-fighting system, emergency exits, staircases, CCTV, electrical safety અને emergency preparedness જેવી બાબતો પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close