InfrastructureNEWSPROJECTS

સુરતના શ્યામ સાંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ

સુરત: Built India Media: સરોલી વિસ્તારમાં આવેલા શ્યામ સાંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં આશરે 15થી 17 દુકાનોમાં રાખેલો કાપડ અને તૈયાર કપડાંનો મોટો જથ્થો બળી ગયો, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે.

આગ છઠ્ઠા માળેથી શરૂ થઈ પાંચમા અને ચોથા માળ સુધી ફેલાઈ હતી. ફાયર વિભાગને રાત્રે 12:52 વાગ્યે જાણ થતાં શરૂઆતમાં ફાયર ટેન્ડરો મોકલાયા હતા. બાદમાં આગની તીવ્રતા જોતા 15થી વધુ ફાયર ટેન્ડર અને ટર્નટેબલ લેડરની મદદ લેવામાં આવી હતી.

કલાકો સુધીની કામગીરી બાદ સવારે આશરે 9 વાગ્યે આગ કાબૂમાં આવી હતી. બજારમાં રસ્તાઓમાં કાપડ અને અન્ય માલસામાન રાખવામાં આવ્યો હોવાના કારણે ફાયરકર્મીઓને આગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી.તહેવારોની સિઝન માટે દુકાનોમાં મોટા પ્રમાણમાં સ્ટોક ભરવામાં આવ્યો હોવાથી વેપારીઓને ભારે નુકસાન થયું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close