GovernmentInfrastructureNEWSPROJECTS

દરીયાપુરમાં 26 હજાર ચોરસ ફૂટના ગેરકાયદે બાંધકામ સામે AMCની કાર્યવાહી

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગે દરીયાપુર વોર્ડમાં બે સ્થળે ગેરકાયદે બાંધકામ સામે તોડવાની કાર્યવાહી શરૂ કરી છે.

ખજૂર ગલીમાં આવેલી ગેરકાયદે રહેણાંક યોજનામાંથી આશરે 18,730 ચોરસ ફૂટ બાંધકામ દૂર કરાશે. જ્યારે સુલતાન મહોલ્લામાં વધુ 7,240 ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

ખજૂર ગલીના બાંધકામ અંગે AMCએ ફેબ્રુઆરીમાં નોટિસ આપી હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતાં છ મહિનાથી કાર્યવાહી થઈ શકી ન હતી. સુલતાન મહોલ્લાની યોજનાને પણ જૂનમાં નોટિસ આપવામાં આવી હતી.

શહેરમાં અનધિકૃત બાંધકામો સામે AMCની ઝુંબેશના ભાગરૂપે બંને સ્થળે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close