આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ, રિયલ એસ્ટેટ- જમીન અંગે બિલો રજૂ થશે

ગાંધીનગર: Built India Media: ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. અને 9થી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. સત્ર દરમિયાન સરકાર દ્વારા મહત્વના વિધેયકો રજૂ કરવામાં આવશે. સત્તાવાર વિધાનસભા પોર્ટલ પર પણ 9 સપ્ટેમ્બરના દિવસના કામકાજની યાદી જાહેર કરવામાં આવી છે.
આ સત્રમાં 7 બિલો રજૂ થવાના છે જે પૈકી Real Estate અને Construction માટે ખાસ મહત્વનું: જમીનના ટુકડા પડતા અટકાવવાના સુધારા હેઠળ કૃષિ જમીનના ન્યૂનતમ કદને 10 ગુંઠા સુધી સ્ટાન્ડર્ડાઇઝ કરવાની જોગવાઈ મહત્વની છે. આ ફેરફાર અગાઉના ઓર્ડિનન્સને બિલ દ્વારા કાયદાકીય સ્વરૂપ આપશે.

આ સાથે જ ગુજરાત Land Revenue Actમાં સુધારા અને Rent Bill પણ મહત્વના છે. Ease of Doing Business Bill હેઠળ પણ અનેક જૂના કાયદામાં ફેરફાર કરીને બિઝનેસ માટેની compliance ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ સત્રમાં સરકાર 7 મુખ્ય બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરશે. જેમાં ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ, GST સુધારા બિલ, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ, જમીનના ટુકડા પડતા અટકાવવાનું બિલ, ગુજરાત જમીન મહેસૂલ સુધારા બિલ, Livestock/Poultry Feed Regulation Bill અને ગુજરાત રેન્ટ બિલનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



