GovernmentInfrastructureNEWSPROJECTS
ગુજરાતને સ્પોર્ટિંગ હબ બનાવવાની સરકારની તૈયારી

ગાંધીનગર: નેશનલ સ્પોર્ટ્સ ડેની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાતને દેશનું મુખ્ય સ્પોર્ટિંગ હબ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ‘ખેલ મહાકુંભ’ દ્વારા ગામડાઓમાંથી રમત પ્રતિભા શોધીને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યમાં ખેલાડીઓના તાલીમ, પોષણ, સ્પોર્ટ્સ કિટ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ‘શક્તિદૂત યોજના’ હેઠળ નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ વિકસાવવામાં આવ્યા છે. નારણપુરાનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્રસ્તાવિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



