GovernmentInfrastructureNEWSPROJECTS
ગુજરાતમાં મોટા રોકાણના સંકેત, US-કેનેડા પ્રવાસ બાદ CMનું મોટું નિવેદન

ગાંધીનગર: અમેરિકા અને કેનેડામાં રોકાણકારો તથા ટેક્નોલોજી કંપનીઓ સાથેની મુલાકાત બાદ ગુજરાતમાં નવા રોકાણને વેગ મળવાની અપેક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.
અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યા બાદ તેમણે જણાવ્યું કે રોકાણકારોએ સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં રસ દર્શાવ્યો છે. GIFT Cityમાં રોકાણની તકો અંગે નાણાકીય સંસ્થાઓ સાથેની ચર્ચાને પણ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન DC, ન્યૂયોર્ક અને ટોરોન્ટોમાં રોકાણકારો અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી. સાથે જ Vibrant Gujarat Global Summit 2027 માટે ગુજરાતમાં રોકાણનું આમંત્રણ આપવામાં આવ્યું..
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



