સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અમદાવાદ-ગાંધીનગરની આસપાસના 5 ગામોની 125 હેક્ટર જમીનનો સમાવેશ.

ગુજરાત સરકારની એકમ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSIDCL), જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ કાર્યરત છે, જે દ્વારા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) સ્પોર્ટ્સ એન્ક્લેવના નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત મેગા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અંદાજે 125 હેક્ટર જમીનનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આ પ્રોજેક્ટ હેઠળ કુલ નિર્મિત (બિલ્ટ-અપ) વિસ્તાર 1.50 લાખ ચોરસ મીટરથી વધુ થવાની સંભાવના છે.

આ પ્રોજેક્ટ માટે ઓળખવામાં આવેલી જમીન અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના અછેર, ભાટ, હાંસોલ, કોટેશ્વર અને મોટેરા ગામોની છે. આ પ્રોજેક્ટને કારણે 814 નોંધાયેલા પરિવારોનું સ્થળાંતર થવાની સ્થિતિ ઊભી થઈ છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ અરજી (પિટિશન) દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરને વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવાની તૈયારી છે અને વર્ષ 2036ના ઓલિમ્પિક ગેમ્સના યજમાન બનવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં SVP સ્પોર્ટ્સ એન્ક્લેવને આ રમતો માટેનું મુખ્ય અને કેન્દ્રીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશગુજરાત સમાચાર



