
ગુજરાત નારેડકો પ્રોપર્ટી શોમાં એક ખૂબ જ મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી. માયાનગરી મુંબઈમાં 400થી વધારે પ્રોજેક્ટ નિર્માણકર્તા એવા હીરાનંદાની ગ્રુપના ચેરમેન અને નારેડકો ઈન્ડિયાના ચેરમેન ડૉ. હીરાનંદાનીએ ગુજરાતમાં એર્ફોડેબલ હાઉસ બનાવવા જોઈએ તે માટે આગ્રહ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પણ ગુજરાતમાં નાનામાં નાના વ્યકિતને શહેરી વિસ્તારમાં મકાન ખરીદી શકે તે માટે એર્ફોડેબલ હાઉસિંગ નિર્માણ કરવાનો આગ્રહ કર્યો હતો.

તો, ડૉ. હિરાનંદાનીના સૂરમાં સૂર પુરાવીને ગુજરાત નારેડકોના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે પણ પોસાય તેવા આવાસ (1-2 BHK યુનિટ)ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે હાલમાં બજારમાં નથી. તેઓએ અર્ફોડેબલ હાઉસને જંત્રી દરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ટેક્સ સુધારાની જરૂરિયાત સાથે જોડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 નો ઉલ્લેખ કરતા, ડૉ. હિરાનંદાનીએ જણાવ્યું હતું કે, “’બધા માટે આવાસ’ના તેમના સપનાને સાકાર કરવા માટે, PM મોદી દ્વારા શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મદદ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. પરવડે તેવા મકાનોમાં રાજ્ય સરકારો પણ આવા પ્રોત્સાહનો આપી શકે છે.

કોવિડ દરમિયાન છૂટછાટ આપતી મહારાષ્ટ્ર સરકારનું ઉદાહરણ ટાંકીને તેમણે મુખ્યમંત્રીને જંત્રી દરો અને સંબંધિત કરને તર્કસંગત બનાવવાની વિચારણા કરવા વિનંતી કરી હતી. “આનાથી રિયલ એસ્ટેટના વેચાણમાં વધારો થઈ શકે છે, પ્રોપર્ટીના ભાવને નિયંત્રણમાં રાખી શકાય છે અને આખરે સરકારને વધુ આવક પેદા કરવામાં મદદ મળી શકે છે,” તેવી દલીલ પણ ડૉ. હીરાનંદાનીએ કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.