
ગુજરાતના અમદાવાદમાં નારેડકો ગુજરાત દ્વારા આયોજિત ત્રીદિવસીય બીગેસ્ટ પ્રોપર્ટી શોમાં, નારેડકો ગુજરાતની વુમન વીંગની શરુઆત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી. નોંધનીય છે કે, નારેડકો ગુજરાત દેશમાં પ્રથમવાર મહિલા વીંગની સ્થાપના ગુજરાતથી જ કરી છે. અમદાવાદનું જાણીતું સંકલ્પ ગ્રુપના સીએમડી રોબિન ગોયેન્કાનાં ધર્મપત્ની શ્રીમતી ડિમ્પલ ગોયેન્કાને નારેડકો માહી ગુજરાત પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે ગુજરાત નારેડકોની માહી વુમન વીંગ ટીમના હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે.આ પ્રસંગે નારેડકોડ ઈન્ડિયાના મહિલા પ્રેસિડેન્ટ શ્રીમતી સ્મિતા પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


તો, નારેકડો ગુજરાતની મહિલા ટીમ સાથે, Naredco Gujarat Next Genની ટીમ પણ નક્કી કરવામાં આવી હતી. Naredco Gujarat Next Genના યુવા પ્રેસિડેન્ટ તરીકે અમદાવાદના જાણીતા વ્યાપ્તી(વંદે માતરમ્) ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર યોગેશ ભાવસારના પુત્ર તન્મય ભાવસારની નિમણૂંક કરવામાં આવી છે. તેમની સાથે 70થી વધુ યુવા ડેવલપર્સ ગુજરાત નારેડકો નેક્સ્ટ જનમાં જોડાયા છે. જેની શરુઆત પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.