મુખ્યમંત્રીએ કહ્યું કે, જંત્રી અંગે સરકાર પ્રોઝિટીવ છે, જનતા- ડેવલપર્સનાં સૂચનોનું સન્માન કરાશે.

ગુજરાત પ્રોપર્ટી શોના બીજા દિવસે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ ડેવલપર્સને હકારાત્મક જવાબ આપતાં જણાવ્યું હતું કે, જંત્રીને લઈને અમારી સરકાર પોઝિટીવ છે. તે સાથે તેમણે ખાતરી આપી હતી કે, સરકાર જનતા અને સ્ટેક હોલ્ડરોના તમામ સૂચનો અને ભલામણોને ધ્યાનમાં લઈને જ જંત્રીના મુદ્દે નિર્ણય લેશે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો અમારે જંત્રીના દરોમાં જાહેર કરેલા સૂચિત વધારો જ કરો હોત તો, શા માટે જનતા અને સ્ટેક હોલ્ડરોનાં સૂચનો મંગાવ્યા હશે? આ ઉપરાંત, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડેવલપર્સ જે રીતે કહે તે અમારી સરકાર તૈયાર છે, જો આપને જંત્રી અને એફએસઆઈ અલગ અલગ રીતે કરવી હશે તો પણ તેમાં સરકાર ચર્ચા વિચારણા કરીને પોઝિટીવ નિર્ણય લેશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડેવલપર્સ પાસેથી કેટલીક માંગણી કરી હતી કે, જેમ કે, બાલ્કનીના સજા વધારે પડતાં બહાર ના કાઢે તે ના થાય, પર્યાવરણનું જતન થાય અને બાંધકામની સાઈટની આસપાસ રહીશો પરેશાન ના થાય તે માટે ગ્રીન કપડું બાંધે. આ ઉપરાંતમાં ટીબીના દર્દીઓ માટે ડેવલપર્સને આગળ આવે તેવી માંગ કરી હતી.

તેના જવાબમાં, ગુજરાત નારેડકોના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે, સરકારની ટી. બી નાબૂદી કાર્યક્રમ હેઠળ, NAREDCO ગુજરાત 5000 TB દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે, આવનારા દિવસોમાં એર્ફોડેબલ હાઉસિંગ સાથે સારાં મકાનો બનાવવાની પણ ખાતરી આપી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.